ભુજ: વાંઢીયા સહીત કચ્છના ખેડૂતોને ન્યાય આપાવવા ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિના આગેવાનોના કલેક્ટર ઓફિસે ધામા
Bhuj, Kutch | Nov 19, 2025 આજે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો જયેશભાઇ પટેલ, ડાયાભાઈ ગજેરા, પાલભાઈ આંબલિયા, રમેશભાઇ ઓરમાં, મહેશભાઈ રાજકોટિયા, હેમંતભાઈ વિરડા, હરિચન્દ્રસિંહ જાડેજા, સંદીપ પટેલ સહિતના આગેવાનો એ કચ્છ કલેક્ટરની રૂબરૂ મુલાકાત લઈ કચ્છમાં વીજ વહન કરતી કમ્પનીઓ કે વીજ ઉત્પાદક કંપનીઓ દ્વારા તમામ કાયદાઓને નેવે મૂકીને ખેડૂતોના ખેતરમાં ઉભા પાકમાં જેસીબી મશીન ચલાવી વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે અને તંત્ર મુક પ્રેક્ષક બનીને જોઈ રહ્યું હોય એટલું જ નહીં પણ તંત્ર જાણે