પશ્ચિમ કચ્છ વનવિભાગે અબડાસા તાલુકાના પાટ અને ધૂફી વચ્ચેથી મીઠી ઝાડીના 30 ટન લાકડા સાથે વનવિભાગે બે ટ્રક ઝડપ્યા હતા. એક લાખનો દંડ ફટકારવમાં આવ્યો છે. આ મુદ્દે વનવિભાગે ભારતીય વન અધિનિયમ 1927ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી એક લાખનો દંડ ફટકારી ડીપોઝીટ પેટે રકમ વસુલ કરી હતી.