ખાનગી અને કોર્પોરેશનની સાઇડોમાં જ ગ્રીન નેટ નહીં બાંધી નિયમના ધજાગરા, કસ્બા વિસ્તાર અને ગાંધીનગર લિંક રોડ
Mahesana City, Mahesana | Dec 24, 2025
મહેસાણા શહેરમાં ચાલુ બાંધકામ સાઈડ પર શ્રમિકો અને અન્યને સલામતી તેમ જ પર્યાવરણની જાળવણી માટે સેફ્ટી નેટ કે ગ્રીન નેટ બાંધવામાં આવતી ન હોય 18 ડેવલોપર્સને નોટિસ ફટકારીને ત્રણ દિવસમાં કાર્યવાહી કરવા જણાવ્યું છે જોકે નોટિસને અઠવાડિયું થયું પણ એક પણ સાઈડમાં ગ્રીન નેટ જોવા મળી નહીં તો કોર્પોરેશન સહિત સરકારી પ્રોજેક્ટોની સાઇદોમાં પણ ગ્રીન નેટ લગાવેલ નહીં.