તા.એન્ફોર્સમેન્ટ સ્કોવડની ટીમ દ્વારા તમાકુના ઉપયોગને લગતા કાયદાની અમલવારી અને જનજાગૃતિ માટે રેડ કરાઈ. તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 અન્વયે ખાત્રજ થી સિહુંજ વિસ્તારમાં રેડની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં મહે. તાલુકા હેલ્થ સુપરવાઈઝર, હેડ કોન્સ્ટેબલ અને સિહુંજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મચારી જેવાની ટીમ બનાવી તેઓ દ્વારા 18 વર્ષથી નીચેના બાળકોને તમાકુના વેચાણ પર પ્રતિબંધ અંગેનું સૂચિતબોર્ડ ન હોય એવા 11વેચાણકર્તાઓ પાસે રૂ.2200નો દંડ વસુલ કરાયો.