ઇતિહાસને સમજવો એ તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ અઘરો માનવામાં આવે છે. જોકે શિક્ષક આ કામ સરળ કરી દેતો હોય છે. ગુરુનું કામ એક જ છે કે જે શિષ્યને ના સમજ પડે તે સરળતાથી સમજાવવું. કેલીયા ખાતે ઇતિહાસનો વિષય સમજાવવા એક શિક્ષકે વિદ્યાર્થીઓને જુના ચલણી સિક્કા અને નોટ ભેગા કરીને સમગ્ર શિક્ષણ આપ્યું હતું. ઇતિહાસથી તેઓ સરળતાથી થઈ શકે તે માટે કેરીયા ગામના શિક્ષકનો અનોખો પ્રયાસ ગામના લોકોએ પણ બિરદાવ્યો હતો.