તળાજા કોર્ટમાંથી કાર્યવાહી દરમિયાન એક શખ્સ પોલીસની નજર ચૂકવી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ તળાજા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી અને આસપાસના વિસ્તારોમાં ચેકિંગ તથા શોધખોળ શરૂ કરી હતી. પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી ફરાર થયેલા શખ્સને ગણતરીની કલાકોમાં જ ઝડપી લેવામાં આવ્યો હતો. બાદમાં આરોપીને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.