ધ્રોલ: ધ્રોલના ધરમપુર થી મોડપર જતા બેઠો પુલ જોખમરૂપ બન્યો
Dhrol, Jamnagar | Sep 27, 2025 ધ્રોલ તાલુકાના ધરમપુરથી મોડપર જતા બેઠા પુલ પર કાદવ-કીચડ છવાઈ જતાં વાહનચાલકો, ખાસ કરીને બાઈક સવારો રોજિંદા અકસ્માતના જોખમમાં મુકાઈ રહ્યા છે. પુલ નીચે પાણીના નિકાલ માટે પાઈપ ન મુકાતા સમસ્યા ઉદભવી છે. આસપાસના સાત ગામોના લોકો આ પુલ પરથી અવરજવર કરે છે અને જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. તંત્રની બેદરકારી સામે ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો હતો.