પોશીના: તાલુકામાં દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ સરહદી વિસ્તારના માર્ગો પર સઘન ચેકીંગ હાથ ધરાયું
સોમવારે સાંજના સુમારે દિલ્હી ખાતે થયેલા બ્લાસ્ટ બાદ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી સાબરકાંઠા જિલ્લામાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરાયું છે.ત્યારે ગતરાત્રી ના 10 વાગ્યા ની આસપાસ તાલુકા ને અડી ને આવેલી ગુજરાત રાજસ્થાન ને જોડતા સરહદી વિસ્તારમાં પણ પોલીસ દ્વારા માર્ગો ઉપર વાહન ચેકિંગ વધુ કડક બનાવ્યું હતું. અને કોઈ શંકાસ્પદ હલચલ જણાય તો પોલીસ દ્વારા તુરંત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.