ગીર સોમનાથમાં મેઘરાજાની મહેર ઓછી.ગત વર્ષે છલકાયેલા પાંચેય જળાશયો આ વર્ષે અધૂરા, 9થી 20 ઇંચ સુધી ઓછો વરસાદ
Veraval City, Gir Somnath | Jul 26, 2025
સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં જોઈએ તેવી મેઘકૃપા થઈ નથી.ગીર સોમનાથ જિલ્લામાં આ વર્ષે મેઘરાજાની મહેર ઓછી થતાં જિલ્લાના જળાશયો અધૂરા રહ્યા છે. ગત વર્ષે આ સમયે તમામ જળાશયો છલકાઈ ગયા હતા, પરંતુ આ વર્ષે સ્થિતિ અલગ છે.ગીર સોમનાથમાં ચાલુ વર્ષે મેઘરાજાએ કાંઈક ઓછું હેત વરસાવ્યું છે. અને જેના કારણે ગત વર્ષે છલકાયેલા જિલ્લા ના પાંચેય જળાશયો આ વર્ષે અધૂરા છે, ગત વર્ષ ની સાપેક્ષ માં 9થી 20 ઇંચ સુધી