હાલોલ: ઘનસર વાવ પાસે વળાંકમાં બાઇક ચાલક ઝાડ સાથે ભટકાતા સર્જાયો ગંભીર અક્સ્માત,બાઇક પર સવાર બન્ને ઇસમોને વડોદરા રિફર કરાયો
હાલોલના ઘનસર વાવ પાસે વળાંક નજીક તા.19 નવેમ્બર બુધવારના રોજ મોડી સાંજે ગંભીર અકસ્માત સર્જાયો હતો.ચાલકે કાબુ ગુમાવતા બાઇક માર્ગ કિનારે આવેલ ઝાડ સાથે અથડાતા બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઈટવાડી ગામના સરદારસિંહ ચાવડા અને કિશનભાઈ પરમાર સવાર હતા જેમા સરદારસિંહને માથામા તેમજ પગમા ઇજાઓ પહોંચી હતી જ્યારે કિશનભાઈને પણ માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાને પગલે તાત્કાલિક 108 ની મદદથી બંનેને હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા.