મુળી તાલુકાની સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી પ્રાંત અધિકારીના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં ભાગ –૧ ના એકથી નવ પત્રકોની તેમજ ભાગ –૨ માં સરા ગામે ગૌચરની જમીનમાં દબાણ, દીગસર ગામે ટાંકી જર્જરીત, કળમાદ ગામે પાવરગ્રીડની લાઇન નાખવા અંગે ખેડુતોના વિરોધ, બી.એલ.ઓ.ની તાલુકામાં બદલી થયેલ છે, તેઓને બદલીવાળી જગ્યાએ જવા મુકત કરવા સહિતના પ્રશ્નોની ચર્ચા અને સકારાત્મક નિર્ણય માટે કાર્યવાહી હાથ દહે હતી.