કુંકાવાવ: કુંકાવાવ વિસ્તારમાં ટ્રેનની અડફેટે સિંહના અકસ્માતની આ પ્રથમ ઘટના છે.
વાડિયાના વાવડી રેલવે ટ્રેક પર ટ્રેનની ટક્કરે એક સિંહબાળ ઘાયલ થયાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે વેરાવળ-બાંદ્રા વીકલી પેસેન્જર ટ્રેન પસાર થતી વખતે એક સિંહણ અને ચાર સિંહબાળ ટ્રેક પર હતા.ટ્રેનની ટક્કરથી એક સિંહબાળ ઘાયલ થયું હતું, જ્યારે સિંહણ અને અન્ય સિંહબાળનો બચાવ થયો હતો. વનવિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી ઘાયલ સિંહબાળને રેસ્ક્યુ કરીને સારવાર માટે ખસેડ્યું છે. કુંકાવાવ વિસ્તારમાં ટ્રેનની અડફેટે સિંહના અકસ્માતની આ પ્રથમ ઘટના છે.