હિંમતનગર: જોધપુર પાસે થયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્તોના સાંસદે ખબરઅંતર પૂછ્યા:૬ ઈજાગ્રસ્તોને સારવાર માટે હિંમતનગર સિવીલમાં લવાયા
તલોદ તાલુકાના પુંસરી અને રૂગનાથપુરા ગામના કેટલાક લોકો ટેમ્પો લઈને રાજસ્થાનના રામદેવરા ખાતે ત્રણ દિવસ અગાઉ દર્શન કરવા ગયા હતા ત્યારે જોધપુર નજીક ટેમ્પો અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં કેટલાક લોકોના મોત નિપજ્યા હતા. દરમ્યાન અકસ્માતમાં ઘવાયેલા છ ઈજાગ્રસ્તોને સોમવારે સારવાર માટે હિંમતનગર સિવીલમાં લવાયા હતા. સારવાર દરમ્યાન બે જણાને અમદાવાદ ખસેડાયા હતા.જોકે આજે સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયાએ સિવીલ હોસ્પિટલ જઈને ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા