થાનગઢ: નળખંભા ગામે ત્રણ ગૌવંશ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો
થાનગઢ તાલુકાના નળ ખંભા ગામે અબોલ ગૌવંશ પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે જેમાં અબોલ ત્રણ ગૌવંશ પર અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી જ્યારે આ અંગે સ્થાનિક જીવ દયા પ્રેમીઓને જાણ થતા તાત્કાલિક ગૌવંશની સારવાર હાથ ધરી હુમલાખોરો સામે રોષ વ્યક્ત કર્યો હતો