ધ્રાંગધ્રા તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે હાઇવે પર કલ્પના ચોકડી નજીક આવેલી ઝમઝમ તવા ફ્રાય હોટેલમાં તપાસ કરતા હોટેલમાં સીસીટીવી કેમેરા નહિ હોવાથી સંચાલક અજમલભાઈ સીદીક્ભાઇ શેખ વિરૂદ્ધ સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટરના જાહેરનામા ભંગ બદલ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.