વિદેશમાં નોકરી વાંછુક લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે.નોકરીની લાલચે મ્યાનમાર ગયેલા વડોદરાના 20 વધુ લોકો ફસાયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.ત્યારે ફસાયેલા તમામ લોકોએ વીડિયો વાયરલ કરી સરકાર પાસે મદદ માગી છે.વડોદરા સહિત સાવલીના સાંઢાસાલ ગામના 10 લોકો મ્યાનમારમાં ફસાયા છે. હાલ તો ફસાયેલા તમામ લોકોને સ્થાનિક એનજીઓ દ્વારા આશરો આપવામાં આવ્યો છે.ફસાયેલા તમામ લોકોને ડેટા એન્ટ્રીની નોકરીની લાલચ આપીને મ્યાનમાર લઈ જવાયા હતાં.