પુણા: સિટી લાઇટ સ્થિત ICCC સેન્ટર ખાતે વારાણસી મ્યુનિસપિલ કોર્પોરેશન ના કમિશનર સહિત પ્રતિનિધિ મંડળ જોડે મહત્વની બેઠક
Puna, Surat | Nov 22, 2025 શનિવારે વારાણસી મ્યુનિસિપલ કોર્પોરેશનનું પ્રતિનિધિ મંડળ સુરત મુલાકાતે આવ્યા હતા.સિટી લાઇટ સ્થિત ICCC સેન્ટર ખાતે સુરત પાલિકા કમિશ્નર શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવી હતી.જે બેઠકમાં સુરતા મહાનગર પાલિકા દ્વારા વિવિધ વિભાગો સાથે સંકલનમાં રહી કરવામાં આવતી કામગીરી અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.ઉપરાંત વિવિધ પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા કરી પ્રતિનિધિ મંડળને શહેરના વિકાસ કામોથી માહિતગાર કરવામાં આવ્યા હતા.