હાજીપીર-ધોરડો માર્ગ પર ભારે ટ્રાફિકજામ કચ્છના સફેદ રણ અને હાજીપીર દરગાહને જોડતા મુખ્ય માર્ગ પર આજે વાહનોની લાંબી કતારો સાથે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. રણોત્સવની સીઝન અને રજાના માહોલને કારણે પ્રવાસીઓના ધસારાથી કલાકો સુધી વાહનો થંભી ગયા હતા. વહીવટીતંત્ર દ્વારા ટ્રાફિક હળવો કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.