વડાલી પંથકમાં હવે ધીમીધારે કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજે સવાર ના સાત વાગ્યા આસપાસ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં સમગ્ર પંથકમાં કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો. જેને લઈને પંથકવાસીએ સવાર સવાર માં કડકડતી ઠંડી વચ્ચે તાપણા નો સહારો લીધો હતો. ત્યારે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો થતાં શીત લહેર નો અનુભવ થયો હતો.