સુરત જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે.ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. નેશનલ હાઇવે 48 પર કોસંબા નજીક હાઈવે ક્રોસ કરી રહેલા રાહદારીને અજાણ્યા વાહને અડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી. અને તેનું મોત નિપજ્યું હતું. હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.