રાજકોટ પૂર્વ: અંબાજી કડવા પ્લોટમાં di પાઇપલાઇન તૂટી જતા હજારો લિટર પાણીનો વેડફાટ,રહેવાસીઓ પરેશાન
આજે સવારે 11:30 વાગ્યાની આસપાસ અંબાજી કડવા પ્લોટમાં આવેલ di પાઇપલાઇન તૂટી જતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. આ મામલે વોર્ડ નંબર 13ના પૂર્વ કોર્પોરેટર જાગૃતીબેન ડાંગરે કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં લેવા તેમજ તાકીદે રીપેરીંગ કામગીરી કરાવવા અંગે કમિશનરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું.