ચોટીલા: ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા નેશનલ હાઇવે ઉપર આવેલી સરકારી જમીન ઉપર ના દબાણો દૂર કરવામાં આવ્યા
ચોટીલા હાઈવે પર ત્રણ હોટલો પર બૂલડોઝર ફેરવાયું: પાન મસાલા, કરિયાણાની દુકાનો, સ્ટાફ ક્વાર્ટર સહિતના દબાણો દૂર કરાયા, કુલ 28 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઈ છે ખેરડી ગામે નેશનલ હાઈવે 47 પર આવેલી ત્રણ હોટલો તેમજ તેમની આસપાસની દુકાનોમાં આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમે સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા. આ હોટલો ખાતે બાયોડીઝલ, ડીઝલ ચોરી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી