ભરૂચ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે તારીખ ૨૦ ડિસેમ્બર-૨૦૨૫, શનિવારનાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી ભરૂચ ખાતે તથાગત એચ.આર.,ભરૂચ દ્વારા એક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એસ.એસ.સી.. આઈ.ટી.આઈ.(કોઈપણ ટ્રેડ) લાયકાત ધરાવતા ઉમેદવારો ઉપસ્થિત થઈ ભાગ લઈ શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારી-ભરૂચની એક અખબારી યાદીમાં જણાવાયું છે.