વડોદરા: ધાર્મિક બેનરો અને યુનિટી માર્ચમાં લગાવેલ તિરંગા ધ્વજનું અપમાન,શિવસેનાએ દ્વારા પાલિકામાં મોરચો માંડ્યો
વડોદરા : મહાનગરપાલિકાએ ભગવાન ખંડોબાના લગાવેલ બેનરો ઉતારી દેવાયા,જેને લઈને વિવાદ સર્જાયો હતો સાથે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી અને પદયાત્રાના રૂટ પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા લગાવેલ રાષ્ટ્રીય ધ્વજનું અપમાન થતાં વડોદરા શિવસેના દ્વારા પાલિકાની વડી કેચેરી ખાતે મોરચો માંડી સૂત્રોચાર કરવામાં આવ્યા હતા સાથે રાષ્ટ્રધ્વજને સન્માન પૂર્વક હટાવવા માટે પાલિકાની વડી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી.