પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ અંબિકા તાલુકાના વલવાડા ગામે ભગત ફળીયા માં રહેતી હેમલતા કમલેશ પટેલ (ઉ.વ.59) નામની મહિલા મજૂરી કામ કરી આજીવિકા રળતી હતી.ગત રોજ તા.10મી ડિસેમ્બરના રોજ ભોરિયા ગામે ગીંગોદવલ્લી ફળીયા માં મજૂરી કામે ગઈ હતી.ત્યાંથી કામગીરી પતાવી અન્ય ત્રણ મહિલાઓ સાથે મહિન્દ્રા જીતો ટેમ્પો નં. (GJ-29-X-9208) માં પાછળ બેસી તેઓ ભોરિયા ગામની સીમ માંથી અન્ય સ્થળે મજૂરી કામ માટે જઈ રહી હતી તેવા સમયે ટેમ્પામાંથી નીચે પડી જતા મોત.