ગોધરા: સબજેલમાંથી ઝડતી દરમ્યાન કાચાકામના કેદી પાસેથી પ્રતિબંધિત બીડી મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે
ગોધરા સબજેલમાં 19 નવેમ્બરના રોજ યોજાયેલી ઝડતી દરમિયાન કાચાકામના કેદી વિનાયક શાંતિલાલ ભોઈ પાસેથી પ્રતિબંધિત બીડીની બે જુડીઓ મળી આવી. ઈનચાર્જ જેલર મુકેશ પટેલે એ ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી. બેરેક નં. 5 અને 6 પાછળના ભાગે તપાસ દરમિયાન કેદીની શંકાસ્પદ હરકતો જોઈ તેને તપાસતા બીડી મળી હતી. પોલીસે પ્રતિબંધિત બીડી કબ્જે કરીને પ્રિઝન્સ એક્ટ હેઠળ તેની સામે કાર્યવાહી શરૂ કરી છે.