સિહોર નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 8માં આજે સવારના સમયે એક ખૂટ્યો હડકાયો થતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. હડકાયા થયેલા આ ખૂટ્યાએ અચાનક અનેક લોકોને અડફેટે લીધા હતા, જેમાં બે કરતાં વધુ લોકો ઘાયલ થયા હતા. જો સમયસર કાર્યવાહી ન કરવામાં આવી હોત તો વધુ ગંભીર અકસ્માત સર્જાવાની પૂરી શક્યતા હતી. આ ઘટનાની જાણ થતાં જ વિસ્તારના કોર્પોરેટરના પ્રતિનિધિ દેવાભાઈ બુધેલીયા તેમજ અશ્વિનભાઈ બુઢનપરાને માહિતી આપવામાં આવી હતી.