ગત રાત્રીના ૭.૩૦થી આજે સવારે 6 વાગ્યા સુધીમાં સતલાસણાના ઓરડા ગામે આવેલા ગોગા મહારાજના મંદિરમાં ચોરો ત્રાટક્યા હતા અને મંદિરમાં રહેલ દાનપેટી, ચાંદીના નાગ, ચાંદીના પારણા, પંચધાતુનું છતર, તાંબાના નાગની મૂર્તિ સહિતની વસ્તુંઓ ચોરી ફરાર થયા હતા. આજે સવારે ૬ કલાકે મંદિરના પુજારીને જાણ થતાં આસપાસના લોકોને જાણ કરી હતી અને દાનપેટીમાં અંદાજે ૧૫ હજાર રોકડા સહિત કુલ ૧,૧૩,૫૦૦/-ની મત્તા ચોરાયાની સતલાસણા પોલીસમાં ફરિયાદ આપી છે.