સુરત જિલ્લાના માંડવી નજીક આવેલા એક આંબાવાડીના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. કાકરાપાર જમણા કાંઠા નહેરને અડીને આવેલા એક ખેતરમાં સફાઈ કામ કરી રહેલા મજૂરોને આ કંકાલ નજરે પડ્યું હતું. મજૂરોએ આ દ્રશ્ય જોતાં તરત જ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ માંડવી પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ આગળની તપાસ માટે ફોરેનિ્સક સાયન્સ લેબોરેટરી| (FSL)ની મદદ લીધી છે.