ધ્રાંગધ્રા: કંકાવટી ગામે સોની વેપારીની દુકાને રાત્રે ચોરીનો પ્રયાસ સીસીટીવીમાં તસ્કરો કેદ
ધ્રાંગધ્રા કંકાવટી ગામે મોડી રાત્રે સોની વેપારીની દુકાને ચોરીનો પ્રયાસ થયો હતો દુકાનનું સીસીટીવી ફૂટેજ તપાસતા બે તસ્કરો દુકાનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યાં હોવાનો સ્પષ્ટ દૃશ્ય મળ્યો હતો સીસીટીવીમાં તસ્કરો દુકાનની અંદર પ્રવેશ કરતા પહેલા કેમેરામાં છેડછાડ કરતા પણ નજરે પડ્યા હતા. જોકે દુકાનદારે તપાસ કર્યા બાદ કોઈપણ ચીજવસ્તુ ચોરી ન થઈ હોવાનું જણાવ્યું છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ કરવા તપાસ શરૂ કરી છે