મહુવા તાલુકામાં વિકાસના કામમાં દિન પ્રતિદિન સતત વધી રહ્યાં છે ત્યારે આજરોજ મહુવા 170 વિધાનસભા મત વિસ્તારના ધારા સભ્ય મોહનભાઈ ઢોડીયા ના વરદ હસ્તે સેવાસણ,કવિઠા આમચક જેવા ગામોમાં લાખો રૂપિયા ના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત ના કાર્યક્રમ યોજાયા હતા.ધારાસભ્ય ના ભવ્ય સ્વાગત બાદ સભા સ્થળ પર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સભ્યો તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.