વડોદરા: બાજવા રેલવે સ્ટેશન વિકાસથી વંચિત,એક્સપ્રેસ ટ્રેનો ઉભી રાખવા માંગ
વડોદરા : શહેર નજીક રિફાઇનરી રિલાયન્સ, સહિતના ઔદ્યોગિક એકમો આવેલા હોવા છતાં પણ બાજવાના રેલ્વે સ્ટેશન ઉપર વર્ષોથી એક્સપ્રેસ ટ્રેન ઉભી રહેતી નથી. જેના પગલે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે, અપગ્રેડેશનમાં બાજવા સ્ટેશનને બાકાત કરવામાં આવતા સ્થાનિક લોકોએ જનતાની સુવિધામાં વધારો કરવાની માંગણી કરી છે.