જાંબુઘોડા: જાંબુઘોડા પોયલી નવીન બસને જિલ્લા ભાજપ પ્રમુખ મયકકુમાર દેસાઈ દ્વારા લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું
જાંબુઘોડા ખાતે ભગવાન બીરસા મુંડાની 150 મી જન્મ જયંતિ જન જાતીય ગૌરવ વર્ષની ઉજવણી અંતર્ગત આજે ગુરુવારના રોજ જાંબુઘોડા બસ સ્ટેન્ડ ખાતેથી જાંબુઘોડા પોયલી નવીન બસને જિલ્લા ભાજપ પ્રમુખ મયકકુમાર દેસાઈ દ્વારા લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતેથી તાલુકાના પોયલી ગામે આવવા-જવા માટે મુસાફરોને આરામદાયક મુસાફરીનો લાભ મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા નવીન બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતુ