ઉમરગામ: શહેરમાં યુઆઈએની કમિટી સામે વાર્ષિક સભામાં આક્ષેપ કરાતા ગરમાટો
ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (યુઆઇએ)ના નવા વરાયેલા પ્રમુખ દિપક ગુપ્તાની અધ્યક્ષતામાં વાર્ષિક સામાન્ય સભા મળી હતી. જેમાં બેઠકમાં માજી પ્રમુખ અશોક ગુપ્તાએ હાલની યુઆઈએની કમિટી સામે પારદર્શકતાથી વહીવટ અને કામો કરવામાં આવતા નથી એવો આક્ષેપ કર્યો હતો.