કુંભારવાડા વિસ્તારમાં પાણીની ટાંકી નજીકથી પાણી લીકેજ થતા રોડ ઉપર પાણીની રેલમછેલ.ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં એક બાજુ લોકોને પીવાનું પૂરતું પાણી મળતું નથી જ્યારે બીજી બાજુ પાણીની ટાંકી પાસેથી લાઈન લીકેજ થવાના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, રોડ ઉપર ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને રોડ ઉપર પાણીની રેલમછેલ જોવા મળી.