વિસનગર: વિસનગર વિધાનસભા વિસ્તારમાં લાંબી યુનિટી માર્ચ યોજાઈ
વિસનગર વિધાનસભા મતવિસ્તારમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની રાષ્ટ્રીય ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય વિધાનસભા યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 'એક ભારત આત્મનિર્ભર ભારત'ના સૂત્ર હેઠળ મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ યુનિટી માર્ચનું આયોજન સરદાર સાહેબની અવિસ્મરણીય રાષ્ટ્રીય સેવાઓને સ્મરવા માટે કરવામાં આવ્યું હતું.