ડિંડોલીમાં મળીને નવજાત બાળકીનો પરિવારે બન્યો ડીંડોલી પોલીસ,કમિશ્નરે નામકરણ અને છઠ્ઠીની પૂજામાં આપી હાજરી,નામ આપ્યું"હસતી
ડીંડોલી કરડવા રોડ પર આવેલ તળાવ ના પાળા પરથી ત્યજી દેવાયેલી માસૂમ બાળકી મળી આવી હતી.જે બાળકીના વાલી વારસ ની હજી સુધી કોઈ ભાળ ન મળતા ડીંડોલી પોલીસ નોનસ્ટાફ બાળકી નો પરિવાર બન્યો છે.પાલક પિતા અને માતા બની ડીંડોલી પોલીસના સ્ટાફ દ્વારા માસૂમ બાળકીનું નામકરણ કરવામાં આવ્યું છે.પો.કમી.અનુપમસિંહ ગેહલોત ની અધ્યક્ષતામાં ડીંડોલી પોલીસના પ્રાંગણમાં છઠ્ઠી પૂજા અને નામકરણ કરી બાળકી નું નામ"હસતી"રાખવામાં આવ્યું છે.જે બાળકીના ઉજ્જવળ ભવિષ્ય નો ઝીમો પોલીસે લીધો છે.