ગોધરા: પરવડી ચોકડી પાસે બાયપાસ હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે અજાણી મહિલાનુ મૃત્યુ નિપજ્યું હતું
ગોધરા તાલુકાના પરવડી ચોકડી નજીક દાહોદ બાયપાસ હાઇવે પર 18 નવેમ્બરના રાત્રે અજાણ્યા વાહનચાલકે લગભગ 40 વર્ષની અજાણી મહિલાને અડફેટે લીધી હતી. ગંભીર ઇજાઓને કારણે મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. ઘટનાની જાણ થતાં પોલીસએ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો અને અકસ્માતનો ગુનો નોંધ્યો. ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે ફરજ બજાવતા પોલીસકર્મી રાકેશકુમાર ડાહ્યાભાઈએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને અજાણી મહિલાની ઓળખ કરવા પ્રયત્નો તેજ કર