મોતીપુરા ગામે વીજ લાઈનમાં શોર્ટસર્કિટ ને કારણે પરાળના ગંઠામાં આગ ભભુકી હતી.આગ લાગવાની ઘટનામાં 500 જેટલા પરાળના ગંઠા બળીને ખાખ થઇ ગયા હતા.જેના લીધે ખેડૂતને ભારે નુકશાન પહોંચ્યું છે.આગ લાગવાની ઘટનાની જાણ થતા ખંભાત ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી હતી.જો કે,આગ લાગવાની ઘટના સ્થળે હેવી વીજ લાઈન ઝોલા ખાતી હાલતમાં છે.છેલ્લા 1 વર્ષથી વીજ વાયરો નથી તેમ જણાવી વીજલાઈન બદલાતી નથી.જેને કારણે ઝોલા ખાતી વીજલાઈનથી જીવનું જોખમ ઉભું થયુ છે.