અંજાર: ગાંધીધામ-આદિપુર વચ્ચે ફોરલેન ટ્રેક અને Y કનેક્ટિવિટીનું કાર્ય પૂર્ણ;મેઘપર બોરીચી સ્થિત રેલવે ટ્રેક પર હાઈ-સ્પીડ ટ્રાયલ
Anjar, Kutch | Feb 10, 2026 પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ગાંધીધામ-આદિપુર રેલવે સેક્શન પર ચાર માર્ગીય (Four-tracking) કામગીરીના ભાગરૂપે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે સફળ હાઈ-સ્પીડ ટ્રાયલ રન લેવામાં આવ્યો હતો.10 ફેબ્રુઆરીએ ગાંધીધામથી આદિપુર વચ્ચે અંજાર મેઘપર બોરીચીને જોડતા રેલવે ટ્રેક પર ટ્રેનનું 120 કિમી પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.