માંગરોળ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર શિયાળા ગામની સીમમાં આવેલ તુલસી હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ દારૂ ભરેલી ટ્રક એલસીબી ની ટીમે ઝડપી પાડી હતી સાથે આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે આ ગુનામાં બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે ઝડપાયેલો આરોપી રાજસ્થાનના બાડમેર જિલ્લાનો વતની છે