વડાલી શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલા રહેણાંક વિસ્તાર ની બાજુમાં રસ્તા ઉપર આજે સવારના સમયે બે આખલા વચ્ચે જાણે કે યુદ્ધ જામ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. ત્યારે આ બે આગલા વચ્ચેની લડાઈ થી સ્થાનિકો ભયભીત બન્યા હતા. સ્થાનિક લોકોએ પાણી છોટી બંને આખલાને છૂટા પાડ્યા હતા. આ બાબતનો વિડીયો આજે બપોરે 1 વાગે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.