ચોરાસી: વેસુ ઇકો સેલ દ્વારા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આરોપીના લઈને એ સી પી એસ જી.એ સરવૈયાએ માહિતી આપી હતી.
Chorasi, Surat | Nov 26, 2025 આર્થિક ગુના નિવારણ શાખાએ સ્ક્રેપના માલના નામે ફરિયાદી પાસેથી કરોડો રૂપિયા લઈને માલ કે નાણાં પરત ન આપી છેતરપિંડી કરવાના કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં આરોપીઓએ ફરિયાદીને મોરેશિયસ સ્ક્રેપના નામે માર્કેટ કરતાં સારો માલ આપવાનો વિશ્વાસ આપીને 2,19,44,214નું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા કાર્યવાહી આરોપીઓ દ્વારા ફરિયાદી પાસેથી સ્ક્રેપનો માલ આપવાના બહાને મોટી રકમ મેળવી લેવામાં આવી હતી.