ગોધરાના સરદારનગર ખંડ ખાતે 19 જાન્યુઆરીના રોજ યુવા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો. ‘સક્ષમ પ્રોજેક્ટ’ હેઠળ તાલીમ પૂર્ણ કરનાર આશરે 200 યુવાનોને પ્રમાણપત્રો અને નોકરીના ઓફર લેટર આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ વર્ટિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ, GRICL અને પિપલ ટ્રી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. CSR પહેલ અંતર્ગત યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપી આત્મનિર્ભર બનાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં યુવાનોને રોજગારી મળી છે.