કાવેરી ઇન્ટરનેશનલ સ્કૂલમાં 187 નવીન પ્રોજેક્ટ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું
Mahesana City, Mahesana | Nov 22, 2025
મહેસાણાની કાવેરી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિજ્ઞાન અને ગણિત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ 6 થી 9 ના વિદ્યાર્થીઓએ 187 નવીન પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા.આ મેળાનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન બિલ્ડર શ્રી દક્ષેશભાઈ પટેલ (સહજ ગ્રુપ) દ્વારા ડિરેક્ટર શ્રી કે . વી.પટેલ અને શ્રી અશ્વિન બામરોલિયાની હાજરીમાં કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારસરણી, સર્જનાત્મકતા અને વ્યવહારુ શિક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો.