અડાજણ: સુરતના વેડ રોડની મહિલા એક મહિનાના તાવ-ઊલટી બાદ ઢળી પડી ને મોત
Adajan, Surat | Nov 26, 2025 સુરતઃ વેડરોડમાં તાવમાં મહિલાનું મોત થયું હતું. મૂળ ઓરિસ્સા ગંજામના વતની અને હાલ વેડરોડ કુબેરપાર્ક સોસાયટીમાં અમૃતધારા કોમ્પ્લેક્સમાં 44 વર્ષીય લક્ષ્મીબેન સુશાંતભાઈ બાદત્યા પરિવાર સાથે રહેતા હતા. લક્ષ્મીબેનના પતિ સંચા ખાતામાં માસ્ટર તરીકે નોકરી કરે છે. લક્ષ્મીબેન સિલાઈ કામ કરતા હતા. લક્ષ્મીબેનને છેલ્લા એક મહિનાથી તાવ આવતો હતો અને ઊલટીઓ પણ થતી હતી. જેથી તેમની ઘર નજીકના અલગ અલગ ખાનગી દવાખાનાઓમાં સારવાર ચાલી રહી હતી.