મોરબી: મોરબીના સામાકાંઠે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી 1.23 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
Morvi, Morbi | Nov 18, 2025 મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ ટી.કે. હોટેલ પાછળ આવેલ ભારત રોડ વે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી વિદેશી દારૂની 60 બોટલ જેની કિંમત રૂપિયા 1,23,480 નો મુદામાલ સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપીઓ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.