વિસનગર: ભાન્ડુ ગામ નજીકથી પિસ્તોલો સાથે 4 આરોપી ઝડપાયા, લૂંટનું કાવતરું નિષ્ફળ
મહેસાણા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પોલીસે એક મોટી કાર્યવાહીમાં અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે ₹50 લાખની ધાડ પાડવાના પૂર્વ-આયોજિત કાવતરાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કાવતરામાં સામેલ આઠ આરોપીઓ પૈકી ચાર શખ્સોને ગેરકાયદેસર હથિયારો અને ચોરીના વાહન સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે વિસનગર તાલુકા પોલીસ મથકમાં તમામ સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.