હાલોલના જુના ફુવારા સામે આવેલી જનતા બેન્ક પાસે તા.17 જાન્યુઆરી શનિવારે સાંજના સમયે એક કાર અચાનક ડીવાઈડર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. કાર જોરદાર ધડાકાભેર ડીવાઈડરમાંથી થાંભલા સાથે અથડાઈ ગઈ હતી, જેના કારણે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.પરંતુ કારને ભારે નુકસાન પહોંચ્યું હતું