તળાજા: બપાડાના પાટીયા પાસે એક મહિલાની બિલાડીને અન્ય વ્યક્તિ દ્વારા છરી મારી દેવામાં આવતા મામલો પોલીસ મથક ખાતે પહોંચ્યો
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરમાં સતત મારામારીના બનાવ્ યથાવત્ રહ્યા છે જેની સાથે સાથે અકસ્માતની પણ વારંવાર બનતી ઘટનાઓને લઈને સતત ફરિયાદો નોંધાઈ રહી છે ત્યારે આજે સવારે 11:30 કલાકે જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના બપાડા ગામના પાટીયા પાસે રહેતા ફરીદાબેન મહેબૂબભાઈ રફાઈ ઉંમર વર્ષ 35 એ પોતાની માલિકીને બિલાડીને ઇજા પહોંચાડી હોવાની પોલીસ મથક ખાતે રજૂઆત કરી હતી